STD 10 SCIENCE UNIT 7 Niyantran Ane Sankalan ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ 7 : નિયંત્રણ અને સંકલન ૩ માર્કના ટૂંક જવાબી પ્રશ્નો

Nikunj Savani
By -
0

પ્રકરણ 7 : નિયંત્રણ અને સંકલન

આ પ્રકરણમાં પ્રાણીઓના ચેતાતંત્ર, પરાવર્તી ક્રિયાઓ, માનવ મગજ, ચેતાપેશીની કાર્ય રચના, વનસ્પતિઓમાં સંકલન(ઉત્તેજના માટેના તાત્કાલિક પ્રતિચાર, વૃદ્ધિના કારણે હલન-ચલન), પ્રાણીઓમાં અંત:સ્ત્રાવો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચેતાકોષની સંરચના અંને કાર્યો વર્ણવો.

Show Answer

જવાબ :

સંવેદના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા શિખાતંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. અહી, એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો.

આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે.

ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે.

આ ઊર્મિવેગના, વહનની માત્રાની સામાન્ય પ્રણાલી છે.

આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઊર્મિવેગને ચેતાકોષથી અન્ય કોષોમાં જેવાકે, સ્નાયુકોષો કે ગ્રંથી સુધી લઇ જાય છે.

ચેતાપેશી, ચેતાકોષની એક આયોજન બંધ જાળીરૂપ રચનાની બનેલી છે. અને આ સંવેદનાઓ અને સૂચનાઓ વિદ્યુતઆવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશીષ્ટિકરણ પામેલી છે.

ચેતાકોષમાં સંવેદનાનું પ્રસરણ :

ચેતાકોષમાં સંવેદનાઓ કે સૂચનાઓ આવે છે. જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે અને જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે. જેથી આગળ પ્રસરણ પામી શકે.

મગજ દ્વારા ઊર્મિવેગના વહનનું કાર્ય કેવી રીતે થાય છે? સમજાવો.

Show Answer

જવાબ :

આગની જ્વાળાને અડકવું-એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. તેની સામે આપણે આઘાત સ્વરૂપે હાથ પાછો હટાવી લઈએ છીએ.આવું કરવામાં આપણે સહેજ પણ સમય લેતા નથી.

જો ઊર્મિવેગને તે તરફ મોકલવામાં આવે તો, આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું જરૂરી છે.

વિચાર કરવો તે એક જટિલ ક્રિયા છે.

આમ, આ  ઘણા બધા ચેતાકોષના ઊર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. આપણા શરીરમાં વિચારવા માટેની પેશી, જે જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચના વાળી છે.

તે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે, તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે.

નિ:સંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંના મગજનો વિચારવાવાળો ભાગ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલો હોય છે.

જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ,ચેતાઓ આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઇ જાય છે.

ઉદાહરણ સાથે પરાવર્તી કમાન સમજાવો.

Show Answer

જવાબ :

ઉષ્માની સંવેદનાના  વિષયમાં વિચારીએ તો, ચેતાઓને ઉષ્માની ખબર પડે છે. તેઓને ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે છે. તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયા કરે તે ખૂબ જ ઝડપી પૂરી કરે છે.

સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિચારી કે પરાવર્તી કમાન કહે છે.

આ પ્રકારની પરાવર્તી કમાનને સંબંધિત અંત:ગ્રાહી ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાની વચ્ચેનું જોડાણ એ બિંદુ હશે જ્યાં, સૌથી પહેલા તેઓ એકબીજાને મળે છે અથવા એકઠી થાય છે.

સમગ્ર શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં ભેગી થાય છે.

પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે. જે તે પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી પણ જાય છે.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3 thi 8 nu material

NEW UPDATE


3/related/default