પ્રિય ગુરુજનો અને સારસ્વત મિત્રો
કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માં અવરોધ ઊભો ન થાય અને સાતત્ય જળવાઈ રહે તે માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નક્કર અને અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા. નવું સત્ર શરુ કરતાની સાથેજ ડીડી ગિરનાર(DD GIRNAR HOME LEARNING)ચેનલ પર HOME LEARNING શરૂ થયું. જેનો લાભ સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો ઘરે રહીને પણ લઈ શક્યા. એવી જ રીતે G SHALA અને દીક્ષા એપના માધ્યમથીડિજિટલ સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

કોરોના મહામારી ના કારણે બાળક શાળામાં આવી શકે એમ નથી. તો જે બાળકોનેડિજિટલ માધ્યમથી ભણાવી શકાય એમ હોય તેને ડિજિટલ માધ્યમથી અધ્યયન કરાવવું. અને ઘરે જયારે બાળક એકલું હોય અને ડિજિટલ માધ્યમોથી ભણવામાં બાળકને ઘણો ફરક પડે છે.
પરંતુ , આખા રાજ્યમાં દરેક બાળક પાસે મોબાઇલ કે ટી.વી.ની સગવડ ન હોય એવું પણ શક્ય બને છે. તેથી ઘણા વિદ્યાર્થીઓ મોબાઇલ કે ટીવીના અભાવે અથવા તો અન્ય કોઇ કારણોસર હોમ લર્નિંગ થી વંચિત ન રહી જાયતે માટે લર્નિંગ આઉટકમ દ્વારા તેનું ક્ષમતા સિદ્ધિ લેવલ જાણી શકાય છે.
આ પરિસ્થિતિમાં નવીન શૈક્ષણિક વર્ષમાં જેતે ધોરણને સંલગ્ન અધ્યાપન નિષ્પત્તિઓ નો અભ્યાસ કરાવતા પહેલાએ જરૂરી છે કે વિદ્યાર્થીઓ પાછલા વર્ષની ન્યુનત્તમ ક્ષમતાઓનેસિદ્ધ મેઅલ્વે કુશળતા ખીલવે. આ માટે જીસીઆરટી દ્વારા શિક્ષકો માટે એક સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને જ્ઞાનસેતુ તરીકે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે. અગાઉના વર્ષે જે બાબતોમાં લર્નિંગ લોસ થયેલ છે.
તેનું નિદાન થવું અતિ આવશ્યક છે. જે પ્રથમ સત્રાંત નિદાન કસોટી ના પરિણામના આધારે પણ થઈ શકશે. ઉપરાંત નવીન શૈક્ષણિક વર્ષમાં જે પાયા રૂપ બાબતનું શિક્ષણ કાર્ય સારી રીતે થઈ શક્યું નથી તે દિશામાં અસરકારક કાર્ય કરવું પણ આવશ્યક હોવાથી ધોરણવાર અધ્યયન અધ્યાપન કાર્ય માટે અહી અધ્યયન નિષ્પતિઓ મૂકવામાં આવી છે. એ તમામ શિક્ષકોને ખૂબ ઉપયોગી સાબિત થશે.
ધોરણ 8 ગણિત વિષયની અધ્યન નિષ્પત્તિઓ
ધોરણ 8 વિજ્ઞાન વિષયની અધ્યન નિષ્પત્તિઓ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અધ્યન નિષ્પત્તિઓ