GODZILLA BATH TUB જાણવા જેવું અદ્ભુત રહસ્ય અને તેના સર્જન પાછળનું મુખ્ય કારણ !!!

Nikunj Savani
By -
0


 શું છે આ Godzilla bathtub ??

Godzilla બાથ ટબથી જાણીતું સ્થળ એ લેડીબોવયર (Ladybower Reservoir)નામના તળાવમાં આવેલું એક અદ્બુત અને સુંદર સ્થળ છે. આ તળાવમાં એક વિશાળકાય હોલ છે જેમાંથી તળાવનું પાણી વમળના સ્વરૂપે પ્રવેશ કરે છે જે પાણીમાં ભ્રમર જેવું લાગે છે.


 લેડીબોવયર
(Ladybower Reservoir) :

એક વિશાળ Y આકારનો જળાશય છે, જે ઇંગ્લેન્ડના ડર્બીશાયરમાં અપર ડેરવેન્ટ વેલીમાં ત્રણમાંથી સૌથી નીચો છે. એશોપ નદી પશ્ચિમ દિશામાંથી આ જળાશયમાં વહે છે; ડેરવેન્ટ નદી દક્ષિણમાં વહે છે, શરૂઆતમાં હોડન જળાશય દ્વારા, પછી ડેરવેન્ટ જળાશય અને છેલ્લે લેડીબાવર જળાશય દ્વારા. આ વિસ્તાર હવે પ્રવાસીઓનું આકર્ષણ છે, લેડીબાવરની ઉત્તરી ટોચ પર ફેયરહોમ્સ મુલાકાતીઓનું કેન્દ્ર છે. 

ડીઝાઈન અને નિર્માણ :

લેડીબાવરનું નિર્માણ 1935 અને 1943 ની વચ્ચે ડેરવેન્ટ વેલી વોટર બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી પૂર્વ મિડલેન્ડ્સની પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અન્ય બે જળાશયોને પુરક જળાશય બનાવી શકાય. 1945 સુધીમાં તે પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયું હતું તેથી બાંધકામમાં વધુ બે વર્ષ લાગ્યા હતા.આ ડેમ હોવડેન જળાશય અને ડેરવેન્ટ જળાશયથી અલગ છે, કારણ કે તે માટી અને રેતીનો કુદરતી સંસાધનોથી બનેલ બંધ છે, અને નક્કર ચણતર ડેમ નથી. ડેમની નીચે 180 ફૂટ (55 મીટર)  અને 6 ફૂટ (1.8 મીટર) પહોળી કોંક્રિટથી ભરેલ ભોય તળિયું છે, જે દરેક બાજુ ડુંગરોમાં 500 ફૂટ (150 મીટર) સુધી ફેલાયેલી છે, જેથી ડેમની આસપાસ પાણી લીક ન થાય.

ડેમની દિવાલ સ્કોટિશ કંપની રિચાર્ડ બેલી એન્ડ સન્સ દ્વારા બનાવવામાં આવી હતી. જળાશય ઉપર સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરીને ફરતી વાડ તૈયાર કરવામાં આવી છે. 1939 માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો, જેતે સમયે શ્રમ અને કાચા માલની અછત વર્તાઈ હતી, પરંતુ પુરવઠો જાળવવાના વ્યૂહાત્મક પ્લાનને કારણે બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. કિંગ જ્યોર્જ VI, તેની પત્ની રાણી એલિઝાબેથ સાથે, 25 સપ્ટેમ્બર 1945 ના રોજ આ જળાશય પબ્લિક માટે ખુલ્લું મુક્યું હતું.
આ જળાશય બનાવવા પાછળનો બીજો ઉદેશ્ય એ પણ હતો કે વધારાનું પાણી આ હોલ દ્વારા વહી જાય અને ડેમને તૂટવાથી બચાવી શકાય ડેમની રચના એવી રીતે કરવામાં આવી છે કે મહાત્મ કુદરતી સંસાધનોનો જ ઉપયોગ થાય અને લાંબા સમય સુધી ડેમ ટકી રહે.
હોલ દ્વારા વહેતા પાણીને ટર્બાઈન માંથી પસાર કરીને તેના દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.

ડેમનીબધી સાઈડ પર બગીચાઓ અને રમણીય આકર્ષણો ઉભા કરી લોકોને આરામદાયકઅનુભવ સાથે રોમાંચક અનુભવો પુરા પાડવામાં આવી રહ્યા છે.

અતિ વરસાદને લીધે પાણીની આવક વધવાથી ડેમના એક ભાગને ખુબ નુકશાન થયું હતું અને ડેમ સાઈટના નીચાણ વાળા વિસ્તારના આશરે ૧૫૦૦ જેટલા લોકોને ઘર ખાલી કરવાની ફરજ પાડવામાં આવી હતી.
આપને અમારો આ લેખ કેવો લાગ્યો તે જણાવવાનું ચુકશો નહિ 

સંકલન અને લેખન : નિકુંજભાઈ સવાણી 

Mo.9998139555

Email- savani.nikunj.d@gmail.com

Tags:

Post a Comment

0 Comments

Post a Comment (0)
3 thi 8 nu material

NEW UPDATE


3/related/default