GUJARAT PRATHMIK SHIKSHAN ADHINIYAM 1947 MCQ HTAT,TAT,AEI PART 4

Nikunj Savani
By -
0
Quiz 4 - ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (ભાગ - 4)

પ્રશ્ન: 1/25 સ્કોર: 0
૭૬. જિલ્લાની હદમાં ફેરફાર કરવામાં આવે એટલે જિલ્લા સ્કૂલ બોર્ડનું વિસર્જન કરવા તથા તેની પુર્નરચના કરવા બાબત કઇ કલમને સંલગ્ન છે?
(A) કલમ – 55
(B) કલમ - 57
(C) કલમ - 53
(D) કલમ - 59
૭૭. કલમ – 62 અંતર્ગત યોગ્ય વિધાન ચકાસો.
(A) વ્યક્તિને લેવા ધારેલા પગલાં અને તેના કારણની અગાઉથી એક મહિનાની લેખિત નોટિસ આપ્યા સિવાય અથવા જે કાર્ય સામે ફરિયાદ કરવામાં આવી હોય તે કાર્યની તારીખથી છ મહિના પછી માંડી શકાશે નહિ.
(B) નુકસાની માટેના આવા કોઈ દાવાની બાબતમાં, દાવો માંડતા પહેલાં પૂરતો બદલો આપવા.
(C) A અને B બંને
(D) એકપણ નહીં
૭૮. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમ - 27 મુજબ નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. ફરજિયાત શિક્ષણ વિસ્તાર
2. જે ઉંમરનાં બાળકોને યોજના લાગુ પાડવાની હોય તે ઉંમરનાં બાળકો જે ભાષા બોલતાં હોય તે ભાષાવાર તેમના વર્ગીકરણવાળી તેમની વસતિ - ગણતરી
(A) માત્ર 1
(B) 1 અને 2 બંને
(C) 2
(D) એકપણ નહીં
૭૯. કલમ – 40 (ખ) અંતર્ગત અયોગ્ય વિધાન ચકાસો.
(A) 'શિક્ષક' એટલે માન્ય ખાનગી શાળાનો શિક્ષક
(B) ટ્રિબ્યુનલ એટલે કલમ 40 – છ હેઠળ રચાયેલી ટ્રિબ્યુનલ
(C) સંચાલક એટલે સંચાલકોનું ચાર્જ ધરાવતી વ્યક્તિ અથવા વ્યક્તિઓનું મંડળ
(D) એકપણ નહીં
૮૦. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947′ પૈકી કલમ - 36 શું નિર્દેશ કરે છે?
(A) બાળકોને માન્ય શાળામાં નહીં મોકલવા બદલ શિક્ષા
(B) જેને યોજના લાગુ પડતી હોય તેવા બાળકોને નોકરીએ રાખવા બદલ શિક્ષા
(C) ચાલુ કાર્યવાહી સંબંધી અપવાદ
(D) માન્ય શાળાઓના વિષય, અભ્યાસક્રમ વગેરે
૮૧. 'મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947'ની કઈ કલમ રદ કરવામાં આવી છે?
(A) કલમ - 71
(B) કલમ - 66
(C) કલમ - 38
(D) કલમ - 62
૮૨. જોડકાં જોડો:
AB
1. જિલ્લા સ્કૂલ બોર્ડ(A) અમુક જિલ્લાઓ માટે નિમાયેલો શિક્ષક
2. જિલ્લાનો શિક્ષણ નિરીક્ષક(B) કોઈ જિલ્લા માટે કલમ - 3 હેઠળ રચાયેલું સ્કૂલ બોર્ડ
3. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ(C) અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટે કલમ - 3 મુજબ રચાયેલું સ્કૂલ બોર્ડ
4. અનઅધિકૃત નગરપાલિકા(D) અધિકૃત નગરપાલિકા સિવાયની બીજી નગરપાલિકા
(A) 1-B, 2-A, 3-C, 4-D
(B) 1-A, 2-B, 3-C, 4-D
(C) 1-A, 2-B, 3-C, 4-D
(D) 1-D, 2-C, 3-B, 4-A
૮૩. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 પૈકી કલમ – 36 (ઘ) શું નિર્દેશ કરે છે?
(A) માન્ય શાળાઓના વિષય, અભ્યાસક્રમ વગેરે
(B) બાળકોને માન્ય શાળામાં નહિ બોલાવવા બદલ શિક્ષા
(C) ચાલુ કાર્યવાહી સંબંધી અપવાદ
(D) શાળામાં મોકલવા માટે હુકમ કાઢવા બાબત
૮૪. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કઈ કલમ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરે છે?
(A) કલમ – 21 થી 27
(B) કલમ – 41 થી 46
(C) કલમ – 41 થી 47
(D) કલમ – 51 થી 57
૮૫. કઇ કલમ અંતર્ગત કલમ - 35 અને 36 મુજબના ગુનાઓનો ઈન્સાફ કરવાની સત્તા ધરાવતી કોર્ટ છે?
(A) કલમ - 36
(B) કલમ - 36 (ક)
(C) કલમ - 35
(D) કલમ - 36 (ખ)
૮૬. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કઈ કલમ પ્રાથમિક શાળા પંચાયતની રચના તેની સત્તા અને કાર્ય પદ્ધતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે?
(A) કલમ - 36
(B) કલમ - 36 (ખ)
(C) કલમ - 36 (ક)
(D) કલમ - 36 (ગ)
૮૭. કલમ 36 (ખ) મુજબ યોગ્ય વિધાન પસંદ કરો.
(A) રાજ્ય સરકાર રાજ્ય પત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરી, કલમ – 36 (ક) ના ખંડ (3) માં ઉલ્લેખેલા વિસ્તારોમાં કલમો 35 અને 36 મુજબ શિક્ષા થઈ શકે, એવા ગુનાઓનો ઈન્સાફ કરવા માટે પ્રાથમિક પંચાયત રચી શકે.
(B) પેટા – કલમ (1) મુજબ રચાયેલી પ્રાથમિક શાળા પંચાયત રાજ્ય સરકારે નિમેલા ત્રણ સભ્યોની બનશે.
(C) A અને B બંને
(D) એકપણ નહીં
૮૮. પ્રાથમિક શાળા પંચાયતના કામકાજના નિકાલ માટે કેટલા સભ્યોનું કોરમ બનશે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) એકપણ નહીં
૮૯. નીચેના વિધાન ધ્યાને લો:
1. પ્રાથમિક શાળા પંચાયતના કામકાજના નિકાલ માટે ત્રણ સભ્યોનું કોરમ બનશે.
2. પ્રાથમિક શાળા પંચાયતના સભ્યની ખાલી પડેલી કોઈ જગ્યા જેમ બને તેમ જલ્દી પૂરવી જોઈએ.
3. ગુનાની વિચારણા કરનાર, 1898 ની કલમ 263 માં ઠરાવેલી રીતે મુકદમાનો ઈન્સાફ સંક્ષિપ્ત રીતે કરવો.
(યોગ્ય વિધાન પસંદ કરો)
(A) 1 અને 2 બંને
(B) 2 અને 3 બંને
(C) 1 અને 3 બંને
(D) આપેલાં તમામ
૯૦. અયોગ્ય જોડ પસંદ કરો.
(A) સ્કૂલ બોર્ડના કામ કામની તપાસ............ કલમ – 55
(B) અમુક સંજોગોમાં સ્કૂલ બોર્ડનું વિસર્જન કરવા બાબત અથવા તે પદચ્યુત કરવા બાબત. ...... કલમ – 54
(C) તપાસણી અધિકારીઓએ સ્કૂલ બોર્ડની બેઠકોમાં હાજર રહેવા બાબત દેખરેખ રાખવાની સત્તા...... કલમ – 49
(D) બોર્ડની સત્તા અને ફરજો કલમ – 59
૯૧. 'મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947′ કયા prકરણમાં સ્કૂલ બોર્ડ કસૂર કરે ત્યારે ફરજો બજાવવા માટે પ્રબંધ કરવાની રાજ્ય સરકારની સત્તા નિર્દેશ કરવામાં આવી છે?
(A) પ્રકરણ - 7 (ક)
(B) પ્રકરણ - 7 (ખ)
(C) પ્રકરણ – 8
(D) પ્રકરણ - 9
૯૨. કલમ – 57 હેઠળ અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) જે જિલ્લાના જિલ્લા સ્કૂલ બોર્ડનું વિસર્જન કરવામાં આવ્યું હોય તે જિલ્લા માટે જિલ્લા સ્કૂલ બોર્ડનું પુનઃરચના કરાવી.
(B) નવો જિલ્લો રચવામાં આવ્યો હોય તે જિલ્લા માટે જિલ્લા સ્કૂલ બોર્ડ સ્થાપવું.
(C) આ અધિનિયમ મુજબ સત્તા, ફરજો અને કર્તવ્યો સોંપવાનું નિયમન કરવા બાબત
(D) આપેલાં તમામ
૯૩. કલમ – 59 હેઠળ યોગ્ય વિધાન પસંદ કરો.
(A) પ્રાથમિક શિક્ષણના સંગઠન, સમન્વય અને વિસ્તરણ માટે
(B) આ અધિનિયમ લાગુ પડતો હોય તે વિસ્તારની સમગ્ર શિક્ષણ પધ્ધતિ સાથે પ્રાથમિક શિક્ષણના અન્યોન્ય સંબંધ માટે યોજનાઓ તપાસવી અને તેમની ભલામણ કરવી.
(C) પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી તમામ બાબતો ઉપર રાજ્ય સરકારને સામાન્યતઃ સલાહ આપવી.
(D) આપેલાં તમામ
૯૪. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કઈ કલમ સ્કૂલ બોર્ડના કામકાજની તપાસ નિર્દેશ કરવામાં આવ્યું છે?
(A) કલમ – 54
(B) કલમ – 57
(C) કલમ – 56
(D) એકપણ નહીં
૯૫. જિલ્લા સ્કૂલ બોર્ડના પ્રાથમિક શિક્ષણ ફંડ ઉપરાંત સ્કૂલ બોર્ડ અન્ય કયું ફંડ નિભાવવાનું હોય છે?
(A) પ્રોવિડન્ડ ફંડ
(B) શિક્ષણ ફંડ
(C) જિલ્લા શિક્ષણ ફંડ
(D) શિક્ષણ વિકાસ ફંડ
૯૬. પ્રાથમિક શિક્ષણ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું છે?
(A) 12
(B) 15
(C) 16
(D) 10
૯૭. પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના અંતર્ગત યોગ્ય વિધાન જણાવો.
(A) સદરહુ બોર્ડના સભ્યો ત્રણ વર્ષની મુદ્દત માટે હોદ્દો ધરાવશે.
(B) સદરહુ બોર્ડનો કોઈપણ સભ્ય પ્રમુખને તે બાબતની લેખિત નોટિસ આપીને કોઈપણ વખતે પોતાની બેઠકનું રાજીનામું આપી શકશે.
(C) A અને B બંને
(D) એકપણ નહિ
૯૮. સદરહુ બોર્ડના ચૂંટાયેલા સભ્યો નીચેનામાંથી કઈ લાયકાત ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ?
(A) કોઇપણ માન્ય યુનિવર્સિટી પદવી લીધાને સાત વર્ષ થતાં હોય તેવો સ્નાતક
(B) ગુજરાત રાજ્ય કોઈ કાયદાથી સ્થપાયેલી યુનિવર્સિટી સાથે સંલગ્ન હોઈ કોલેજમાં જેણે પ્રોફેસર તરીકે ત્રણ વર્ષ સુધી નોકરી હોય તેવા પ્રોફેસર
(C) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે માન્ય રાખેલી કોઈ માન્ય શાળા અથવા માધ્યમિક શાળામાં જેણે સાત વર્ષ સુધી હેડમાસ્તર તરીકે નોકરી કરી હોય તેવો હેડમાસ્ટર
(D) આપેલા તમામ
૯૯. મુંબઈ રાજ્યની પુનઃરચના અંગેની સંક્રમણ કાલિન અને વિશિષ્ટ જોગવાઇનો કઈ કલમમાં સમાવેશ કરેલ છે?
(A) કલમ - 59
(B) કલમ - 59 (ક)
(C) કલમ - 59 (ખ)
(D) કલમ - 60
૧૦૦. જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખો તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉલ્લેખો હોય તે કઈ કલમ અંતર્ગત સમાવેશ કરેલ છે?
(A) કલમ - 68
(B) કલમ - 70
(C) કલમ - 67
(D) કલમ - 65

ક્વિઝ પૂર્ણ થઈ! 🎉

તમારો અંતિમ સ્કોર નીચે મુજબ છે:

0
```

Post a Comment

0Comments

Post a Comment (0)

3 thi 8 nu material

NEW UPDATE