GUJARAT PRATHMIK SHIKSHAN ADHINIYAM 1947 MCQ HTAT,TAT,AEI PART 1

Nikunj Savani
By -
0
Quiz 1 - ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (ભાગ - ૧)

પ્રશ્ન: 1/25 સ્કોર: 0
૧. પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર થવાથી વધારાના ખર્ચને થયેલા ખર્ચનો અંદાજ અંગેની વિગત કયા પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે?
(A) પરિશિષ્ટ - ખ
(B) પરિશિષ્ટ - ગ
(C) પરિશિષ્ટ – ચ
(D) પરિશિષ્ટ - ઘ
૨. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 હેઠળ સ્કૂલ બોર્ડની રચનાની વિગત અનુસૂચિ - કમાં આપવામાં આવેલ છે.
2. સ્કૂલબોર્ડ અપનાવવા માટે તાલુકા સલાહકાર સમિતિની રચના અને કાર્યોને લગતા નમૂનારૂપ વિનિયમો અંગેની વિગત અનુસૂચિ - ઘ માં આપવામાં આવેલ છે.
ઉપરોક્ત વિધાનમાંથી કયા વિધાન યોગ્ય છે?
(A) 1 અને 2
(B) 2
(C) માત્ર 1
(D) આપેલમાંથી એકપણ નહિ
૩. નીચે આપેલ જોડીમાંથી કઈ જોડ યોગ્ય નથી?
(A) અનુસૂચિ: છ - ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓના સ્ટાફની નોકરીની નમૂનારૂપ શરતો.
(B) અનુસૂચિ: 5 - સ્કૂલ બોર્ડ પેન્શન ફંડના વહીવટી, નિભાવ અને ઉપયોગ બાબતના નિયમો
(C) અનુસૂચિ: ઝ - શાળની ઈમારતોને લગતા કામો કરવા સંબંધીની કાર્યરીતિ દર્શાવતા નિયમો.
(D) અનુસૂચિ: ત - સ્કૂલબોર્ડના પ્રોવિડન્ડ ફંડના વહીવટ, નિભાવ અને ઉપયોગ માટેના નિયમો.
૪. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 માં કેટલા prણનો સમાવેશ થાય છે?
(A) 5
(B) 10
(C) 11
(D) 8
૫. નીચેના વિધાનો ધ્યાનમાં લો અને કયા વિધાન ખોટાં છે તે જણાવો:
1. પ્રકરણ 2 ની કલમ 3 માં સ્કૂલ બોર્ડ રચના અંગેની વિગત આપેલ છે.
2. કલમ – 6 (ક)માં પાછળથી જણાયેલા ચૂંટણી વગેરેના સમયની ગેરલાયકાત અંગેની માહિતી આપેલ છે.
3. પ્રકરણ 3 ની કલમ 113 માં જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો અંગેની વિગત આપેલી છે.
(A) 1, 2 અને 3
(B) 2 અને 3
(C) આપેલમાંથી એકપણ નહિ
(D) 1 અને 3
૬. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ના પ્રકરણ 5 માં કઈ વિગતોનો ઉલ્લેખ કરેલ છે?
(A) અનધિકૃત નગરપાલિકાઓ
(B) જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના
(C) માન્ય શાળાઓ
(D) વહીવટી તંત્ર
૭. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ના prણ 3 માં કેટલા ભાગ જોવા મળે છે?
(A) 5
(B) 4
(C) 3
(D) 6
૮. જોડકાં જોડો (ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કલમો)
A (કલમ)B (વિગત)
1. કલમ - 30(A) વાજબી કારણનો અર્થ
2. કલમ - 25(B) યોજના તૈયાર કરવા બાબત
3. કલમ - 33(C) બાળકને માન્ય શાળામાં નહિ મોકલવા બદલ શિક્ષા
4. કલમ - 35(D) અમુક વર્ગોના બાળકને મુક્ત રાખવાની સત્તા
(A) 1-A, 2-B, 3-C, 4-D
(B) 1-D, 2-C, 3-B, 4-A
(C) 1-D, 2-B, 3-A, 4-C
(D) 1-A, 2-D, 3-B, 4-C
૯. પ્રકરણ 7 (ક)માં નીચેનામાંથી કઈ વિગતનો સમાવેશ થાય છે?
(A) ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા બાબતે
(B) માન્ય શાળાઓ
(C) માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ
(D) નિયંત્રણ
૧૦. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચાં છે?
(A) કલમ – 69 અને 1956 નો સૌરાષ્ટ્રનો 33 મો અધિનિયમ રદ કરવા બાબત અને અપવાદ
(B) કલમ – 70 કચ્છ જિલ્લાને લાગેવળગે છે તેટલા પૂરતા જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખોનો અર્થ કરવા બાબતે
(C) કલમ - 66 અમુક બીજા અધિનિયમની જોગવાઈઓ પર આ અધિનિયમનું પ્રવર્તન રહેશે.
(D) આપેલા તમામ
૧૧. પ્રકરણ - 1 ની કલમ – 2 મુજબ કલમ – 21 અથવા 22 હેઠળ નિમાયેલો અધિકારી એટલે?
(A) સફાઈ કામદાર
(B) શિક્ષણ નિયામક
(C) વહીવટી અધિકારી
(D) અધિકૃત નગરપાલિકાનો વડો
૧૨. માન્ય શાળાના મુખ્ય શિક્ષકનું પ્રમાણપત્ર કલમ - 32 નું પાલન કરવાને પિતા અથવા માતાએ ચૂક કરી છે તેવી બાબતનો નિર્ણાયક પુરાવો ગણાશે આવું ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમમાં કહેવામાં આવ્યું છે?
(A) કલમ - 37
(B) કલમ - 35
(C) કલમ - 38
(D) કલમ - 36
૧૩. નીચે આપેલા વિધાનો પર વિચાર કરો:
1. પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે, કલમ – 44 હેઠળ રાખેલું ફંડ
2. પ્રાથમિક શિક્ષણ બોર્ડ એટલે, કલમ – 58 મુજબ રચાયેલું બોર્ડ
3. સ્કૂલ બોર્ડ એટલે યથા પ્રસંગ, જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ
(A) 1 ખોટું 2 અને 3 સાચું
(B) 2 અને 3 ખોટું
(C) 1 અને 2 સાચું, 3 ખોટું
(D) 1, 2 અને 3 સાચાં
૧૪. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ – 18 (ક)માં કઈ બાબતનો સમાવેશ થાય છે?
(A) મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો
(B) અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો
(C) દુર્વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોના હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત
(D) વિલીન વિસ્તારમાં મિલકત પ્રાપ્ત થવા બાબત અને તેના સ્ટાફને લઈ લેવા બાબત
૧૫. માન્ય શાળામાં જવું એટલે?
(A) સ્કૂલ બોર્ડે ઘડેલા વિનિયમો મુજબ નક્કી કરવામાં આવે તે શાળામાં તે દિવસોને અને દરેક દિવસે નક્કી કરવામાં આવે તે સમયે તેટલા સમય માટે શિક્ષણ લેવા હાજર રહેવું
(B) આ અધિનિયમ મુજબ કરેલા નિયમોથી ઠરાવેલું
(C) આપેલા બંને
(D) આપેલમાંથી એકપણ નહિ
૧૬. દુર્વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા બાબત કઇ કલમમાં દર્શાવેલ છે?
(A) કલમ – 10
(B) કલમ – 16
(C) કલમ – 18
(D) કલમ - 9
૧૭. યોગ્ય જોડકાં જોડો.
AB (સંબંધિત વિગત)
1. કલમ - 38(A) માન્ય શાળાઓના વિષય, અભ્યાસક્રમ વગેરે
2. કલમ - 39(B) માન્ય શાળાઓની તપાસણી, પત્રકો
3. કલમ - 40(C) આ કલમ રદ કરેલી છે
(A) 1-A, 2-B, 3-C
(B) 1-C, 2-B, 3-A
(C) 1-A, 2-C, 3-B
(D) 1-B, 2-C, 3-A
૧૮. અધિકૃત નગરપાલિકા એટલે?
(A) કલમ – 16 ની પેટા કલમ (1) મુજબ તેના વિસ્તારમાંની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવાને રાજ્ય સરકારે અધિકૃત કરેલી નગરપાલિકા
(B) કલમ – 16 ની પેટા કલમ (4) મુજબ તેના વિસ્તારમાંની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવાને રાજ્ય સરકારે અધિકૃત કરેલી નગરપાલિકા
(C) કલમ – 17 ની પેટા કલમ (1) મુજબ તેના વિસ્તારમાંની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવાને રાજ્ય સરકારે અધિકૃત કરેલી નગરપાલિકા
(D) કલમ – 18 ની પેટા કલમ (2) મુજબ તેના વિસ્તારમાંની તમામ માન્ય શાળાઓનું નિયંત્રણ કરવાને રાજ્ય સરકારે અધિકૃત કરેલી નગરપાલિકા
૧૯. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 કઈ કલમ અંતર્ગત રદ કરવા બાબતે અને સ્કૂલ બોર્ડને લગતી સંક્રમણકાલિન જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
(A) કલમ – 65
(B) કલમ – 64
(C) કલમ - 54
(D) કલમ - 55
૨૦. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
(A) મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947
(B) ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1949
(C) મુંબઈ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947
(D) મુંબઈ પ્રાથમિક અધિનિયમ, 1963
૨૧. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કલમ – 2 મુજબ નિયામક એટલે........
(A) શિક્ષણ નિયામક, કલમ – 5 ના ખંડ (જ)માં, કલમ – 6 માં કલમ - 10 ની પેટા કલમ (3) માં કલમ – 19 અને કલમ - 68
(B) સચિવાલય નિયામક કલમ - 5 ના ખંડ (જ)માં, કલમ – 6 માં કલમ – 10 ની પેટા કલમ (3) માં કલમ – 19 અને કલમ – 68
(C) આપેલ બંને
(D) શિક્ષણ નિયામક, કલમ – 5 ના ખંડ (ઝ)માં, કલમ – 6 માં કલમ - 10 ની પેટા કલમ (3) માં કલમ – 19 અને કલમ - 68
૨૨. પ્રકરણ - 2 ની કલમ – 5 મુજબ કોઈ વ્યક્તિ (સભ્ય)ની ગેરલાયકાતમાં નીચે આપેલી કઈ બાબતનો સમાવેશ થતો નથી?
(A) જે ભારતનો નાગરિક ન હોય અથવા જેણે કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા સ્વેચ્છાપૂર્વક પ્રાપ્ત કરી હોય અથવા કોઈ વિદેશી રાજ્ય પ્રત્યેની રાજનિષ્ઠા સ્વીકારેલ હોય.
(B) જે વ્યક્તિ 40 વર્ષથી ઓછી ઉંમરનો હોય
(C) જેને છ મહિના કરતા વધારેની સજા થઇ હોય
(D) ગુના બદલ દંડની કે ફરકા મારવાની સજા થઈ હોય.
૨૩. નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ થયેલ કાર્યવાહીમાં વ્યક્તિ નિર્દોષ સાબિત ન થાય ત્યારે સભ્ય ગેરલાયક ગણાય છે?
(A) ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – 1898
(B) સદરહુ અધિનિયમની કલમ - 118
(C) આપેલ બંને
(D) આપેલમાંથી એકપણ નહિ
૨૪. પ્રકરણ - 3 ની કલમ - 12 મુજબ (ક) પેટા કલમ (1) હેઠળ નિર્દિષ્ટ કરેલી તારીખે જિલ્લા સ્કૂલ બોર્ડ જિલ્લામાં રચવામાં આવ્યું ન હોય પરંતુ ગુજરાત પંચાયત અધિનિયમ 1961 હેઠળ તે જિલ્લામાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત રચવામાં આવી હોય તો સદરહુ તારીખની તરત જ પહેલા પ્રાથમિક શિક્ષણના હેતુઓ માટે રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ હોય તેણે ધરાવી હોય તેવો જિલ્લો કયો?
(A) ભાવનગર
(B) જામનગર
(C) જુનાગઢ
(D) કચ્છ
૨૫. મુંબઈ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1943 ની કઇ કલમમાં જિલ્લા સ્કૂલબોર્ડનું અંદાજપત્રની વિગતો આપવામાં આવી છે?
(A) કલમ - 43
(B) કલમ - 44
(C) કલમ - 51
(D) કલમ - 36

ક્વિઝ પૂર્ણ થઈ! 🎉

તમારો અંતિમ સ્કોર નીચે મુજબ છે:

0

Post a Comment

0Comments

Post a Comment (0)

3 thi 8 nu material

NEW UPDATE